રાજુલા શહેરમાં થયેલ મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાનો પોકેટ કોપ મોબાઇલની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ

રાજુલા શહેરમાં થયેલ મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાનો પોકેટ કોપ મોબાઇલની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.ભાવનગર  રેન્જ  આઇ.જી. શ્રી  ગૌતમ પરમાર સાહેબનાઓએ  ભાવનગર રેન્જના  જિલ્લાઓમાં  બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ  અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ  તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલ્કત સંબધી ગુનાના આરોપીઓને શોધી  કાઢી, તેમના  વિરૂધ્ધ  કાયદેસર  કાર્યવાહી  કરવાં અને વણ શોધાયેલ  ગુનાઓ  ડીટેક્ટ  કરવાં  સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી સી.એસ.કુગસીયા સાહેબ ની રાહબરી હેઠળ ગઇ તા.૩૦/૦૭/૨૩ નાં રોજ  ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ એ.એસ.આઇ તથા સ્ટાફનાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તથા વાહનોના નંબરો પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, મોટરસાયકલ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલેલ છે.

ગુનાની વિગત
ગઇ તા.૩૦/૦૭/૨૦૨૩ ના કલાક ૧૪/૦૦ થી ૧૪/૪૫ વાગ્યા દરમ્યાન ફરી.એ રાજુલા એસ.ટી વર્કશોપ પાછળ પોતાની બજાજ કંપનીની CT 100 મોડલની આર.ટી.ઓ.રજી.નં.જીજે-૧૪-એઆર-૩૮૪૬ ની મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવી બપોરના આશરે અઢી વાગ્યે ફરી.એ પોતાના ઘરની બહાર શેરીમાં પાર્ક કરી રાખેલ જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરી.ની ઉપરોકત CT 100 મોડલની આર.ટી.ઓ.રજી.નં.જીજે.-૧૪-એઆર-૩૮૪૬ કિ.રૂ.૩૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે હિમતભાઇ ડાયાભાઇ રાઠોડ રહે.રાજુલાનાઓએ ફરીયાદ આપતા રાજુલા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦ ૩૧૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ હતો.સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા અના.એ.એસ.આઇ.રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.

પકડાયેલ આરોપીની વિગત-

મનિષકુમાર પૃથ્વીરાજભાઇ ગોસાઇ (ગીરી) ઉ.વ.૨૦ ધંધો.પ્રા.નોકરી રહે.મુળ લૌલી પોખ્તા શિવપુર કૌહંદો બજાર તા.પટી જિ.પ્રતાપગઢ હાલ રહે.રાજુલા ડોળીનો પટ ભુતનાથ મંદિર પાસે તા.રાજુલા

કબ્જે કરેલ મુદામાલ-

બજાજ કંપનીની CT 100 મોટર સાયકલ રજીસ્ટર નંબર-જીજે-૧૪-એઆર-૩૮૪૬ કિ.રૂ.૩૦,૦૦૦/-

શોધાયેલ ગુન્હાઓ-

રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦૩૧૨/૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી સી.એસ.કુગસીયા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા હેઙ.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા ટાઉન બીટના પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા ભરતસિંહ લાખાભાઇ ગોહિલ તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા પ્રતાપભાઇ બાવકુભાઇ મેંગળ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.