રાજુલા શહેરમાં સીસીટીવી કેમેરાઓથી સજ્જ થશે….
૩૫ રસ્તાઓ કચરા માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સિવિક જનસેવા કેન્દ્ર ધારેશ્વર ડેમથી રાજુલા સુધી નવી પાઈપ લાઇન નાખવામાં આવશે ૩૫ કરોડના નવા વિકાસકામોને મંજૂરી ધારાસભ્ય એ વેપારીઓને સાથે રાખી ચીફ ઓફિસર સાથે કરી મિટિંગ
રાજુલા શહેરમાં ગંદકી પાણી તેમજ સ્ટ્રીટ લાઇટ અને રસ્તાઓ બાબતે ઊઠેલી ફરિયાદના અનુસંધાને આજરોજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચીફ ઓફિસર તેમજ અધિકારીઓ અને ગામના વેપારીઓને સાથે રાખી કાર્યાલય ઉપર તમામને મીટીંગ કરી અને આકરી ઝાટકણી કાઢી હતીજાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં આજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા અધિકારીઓને બોલાવી અને નગરપાલિકાના પડતર પ્રશ્ન બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં રાજુલા માં ૩૫ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે અને આગામી થોડાક જ દિવસોમાં તમામ કામ શરૂ કરી દેવામાં આવશેજેમાં રાજુલા શહેરમાં નવા શોચાલય સુકા ભીના કચરા માટે પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ રાજુલા શહેરની સુરક્ષા માટે ૧૮ સીસીટીવી કેમેરાની કામગીરી મંજૂર થઈ ગઈ છે જે શરૂ કરવામાં આવશે અને રાજુલા નગરપાલિકામાં આવક જાતિના દાખલા તેમજ અન્ય કોઈ પ્રમાણપત્ર મેળવવા માટે તકલીફ ન પડે તે માટે શહેર મધ્યમાં સિવિક સેન્ટર જન સેવા કેન્દ્ર આધુનિક બનાવવામાં આવશે તેને પણ મંજૂરી આપવામાં આવી હતી આ દાખલાઓ નીકળશે અને નલ સે જલ યોજના અંતર્ગત રાજુલા ધારેશ્વર ડેમથી રાજુલા સુધી નવો સંપ બનશે અને ૨૫ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવશે જેથી પાણીનો પ્રશ્નહલ થઈ શકે અને ઢોલિયાધાર વિસ્તારમાં રોડ તેમજ બાયપાસ વિસ્તારમાં લાઈટો અને બાંકડાઓ ધારાસભ્ય દ્વારા નાખવામાં આવશે તો આ તમામ કામોને નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં બાકી રહેલા કામો વહેલી તકે પૂર્ણ કરવા માટે ધારાસભ્ય અધિકારીઓને કડક શબ્દોમાં સૂચનાઓ આપી હતીઆ તકે ચીફ ઓફિસર બોરડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ રવુંભાઈ ખુમાણ ચેમ્બર ઓફ કોમર્સના બંને પ્રમુખો મનીષભાઈ વાળા ગૌરાંગભાઈ મહેતા બકુલભાઈ વોરા જયંતિ દાદા જાની મહેન્દ્રભાઈ ધાખડા ભરતભાઈ જાની અરજણભાઈ વાઘ રીતેશભાઈ આદરોજા પ્રભાતભાઈ જોશી અજયભાઈ ગોહિલ સહિતના રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા