- વીતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે
- જ્યારે વડોદરા મ્યુનિ.માં 1 કેસ નોંધાયો છે
- છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 106 દર્દી સારવાર હેઠળ છે
મંગળવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વીતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મ્યુનિ.માં સૌથી વધુ 4 કેસ નોંધાયા છે જ્યારે વડોદરા મ્યુનિ.માં 1 કેસ નોંધાયો છે. આ સિવાય જિલ્લાઓમાં વલસાડમાં બે અને રાજકોટમાં એક કેસ નોંધાયો છે. બીજી તરફ આજે સારવાર દરમિયાન વધુ 13 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 106 દર્દી સારવાર હેઠળ છે. જેમાથી નાજુક સ્થિતિના કારણે 1 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે, જ્યારે 105 દર્દીની સ્થિતિ સુધારા પર હોવાનો સરકાર દ્વારા દાવો કરાયો છે.