- હેન્ડ પંપની મરામત માટે 187 ટીમ
- અછતવાળા વિસ્તારોમાં ટેન્કરોનું આયોજન
- જળાશયો આધારિત જે જૂથ યોજનાઓ પાણી મેળવે છે
ગુજરાતમાં ઉનાળામાં પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, રાજ્ય સરકારે પાણી વિતરણ માટે આયોજન કર્યું છે, રાજ્યના 72 જળાશયો આધારિત જે જૂથ યોજનાઓ પાણી મેળવે છે તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરાયું છે. ઉનાળાને ધ્યાને લઈ ચાલુ વર્ષે રાજ્યના 13 જિલ્લાઓમાં 325 નવીન ટયુબ વેલ પણ સારવામાં આવી છે, 432 નવી મિની યોજના પણ કાર્યરત્ કરાઈ છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચા અંગેની માહિતી આપતાં સરકારના પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના નર્મદા આધારિત 10,040 ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત 4420 ગામને મળી કુલ 14,460 ગામને પાણી પુરવઠો પૂરો પાડવા 266 જૂથ યોજના અંતર્ગત આવરી લેવાયા છે. બાકી રહેતા ગામો મીની યોજના, ટયુબ વેલ, કુવા, હેન્ડ પંપ જેવા સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે, આગામી દિવસોમાં જરૂર જણાશે તો નવા 200 ડીઆર બોર તેમજ 3 હજાર જેટલા ડીટીએચ બોર બનાવવાનું આયોજન છે.