- વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ
- બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 310 કિમી દૂર
- વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 320 કિમી દૂર
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 310 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 320 કિમી દૂર છે.
બિપોરજોય વાવાઝોડુ જખૌથી 380 કિમી દૂર
બિપોરજોય વાવાઝોડુ જખૌથી 380 કિમી દૂર છે. તથા વાવાઝોડુ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. તેથી સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો જોવા મળ્યો છે. જેમાં કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેમજ રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.
દરિયા કિનારે ભારે વરસાદ વરસે તેવી શક્યતા
દરિયા કિનારે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. કચ્છના દરિયાકાંઠાની વધુ નજીક ચક્રવાત પહોંચ્યુ છે. બિપોરજોય વાવઝોડુ વધુ આક્રમક બનીને ગુજરાત પર આગળ વધી રહ્યું છે. પોરબંદર, દ્વારકા અને કચ્છ, મોરબી, જામનગર સહિતના જિલ્લા વધુ પ્રભાવિત થવાની શકયતા છે. ગઈકાલથી વાવઝોડાની અસર વધારે જોવા મળી રહી છે. તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.