- સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી
- 28 અને 29મેએ સામાન્ય વરસાદની આગાહી
- વરસાદી ટર્ફ પસાર થતા અમદાવાદમાં વરસાદની સંભાવના
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરાઇ છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમાં 28 અને 29મેએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
વરસાદી ટર્ફ પસાર થતા અમદાવાદમાં વરસાદની સંભાવના છે. તેની સાથે રાજકોટ, ભાવનગર, પોરબંદર, જુનાગઢમાં વરસાદની આગાહી કરાઇ છે. તેમજ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. જેમાં માછીમારોને 24 કલાક દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.