- આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી
- અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં વરસાદ આવશે
- રાજ્યમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે
આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદી ટર્ફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદી ટર્ફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં બે દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને આણંદમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે પવન ફુંકાઈ શકે છે. સાત અને આઠ જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે
ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.