- હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી
- કેરળમાં 48 કલાક બાદ ચોમાસુ બેસશે
- ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસુ શરૂ થશે
રાજ્યમાં ચોમાસાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં ચોમાસુ મોડુ શરૂ થશે. તથા હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેમાં કેરળમાં 48 કલાક બાદ ચોમાસુ બેસશે. તથા ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસુ શરૂ થશે.
આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે
હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદની અસર રહેશે. સાથે જ ભરૂચ, સુરત, નવસારી, દિવ, દમણમાં વરસાદ રહેશે. દાદરનાગર હવેલી, મોરબી, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની સંભાવના છે. તેમજ વાવાઝોડુ સીરીયલ સાઇક્લોનમાં પરિવર્તિત થયું છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાઇક્લોન ગુજરાતથી ખૂબ દૂર છે તથા ગુજરાતમાં સામાન્ય અસર રહેશે.
આગામી 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે બદલાઈ જશે
અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપોરજોય સર્જાયું છે અને તે આગામી 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે બદલાઈ જશે. હવામાન ખાતાની આગાહીના પગલે આ વાવાઝોડુ પ્રતિ કલાકના બે કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ વહીવટી તંત્ર સાબદું થયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’
તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની સાથે જામનગર જિલ્લાના દરિયા પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ વાવાઝોડામાં હાલ દરિયાકાંઠે 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે તો બીજી તરફ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. અને અધિકારીને આ બાબતે ફરજ પણ સોંપી દેવામાં આવી છે. હાલ જામનગર જિલ્લાના કોઈ પણ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ આ વાવાઝોડાથી લોકોને ગભરાવવાની જરૂર નથી પણ લોકો સાવચેત રહે તેમ પ્રસાશન દ્વારા જણાવવામાં આવ્યું છે.