- કચ્છની જવાબદારી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને સોંપાઈ
- મોરબીમાં કનુ દેસાઈ અને રાજકોટમાં રાઘવજી પટેલને જવાબદારી
- કુંવરજી બાવળિયાને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી
વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ મંત્રીઓને જવાબદારી સોપાઈ છે. જેમાં કચ્છની જવાબદારી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તથા પ્રફુલ પાનસેરિયાને પણ કચ્છ જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે. મોરબીમાં કનુ દેસાઈ અને રાજકોટમાં રાઘવજી પટેલને જવાબદારી આપવામાં આવી છે.
કુંવરજી બાવળિયાને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી
કુંવરજી બાવળિયાને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે. તથા મુળુભાઈ બેરાને જામનગર જિલ્લાની જવાબદારી અપાઈ છે. દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શિરે છે. તથા જગદીશ વિશ્વકર્માને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ પરષોત્તમ સોલંકીને ગીર સોમનાથ જિલ્લાની કમાન સોંપાઈ છે. બિપોરજોય વાવાઝોડાને લઈ કેન્દ્ર પણ સતર્ક છે. તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુજની મુલાકાતે છે.
વાવાઝોડાના ખતરાની સ્થિતિને લઈ સમીક્ષા કરશે
વાવાઝોડાના ખતરાની સ્થિતિને લઈ સમીક્ષા કરશે. તથા તંત્રની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની અંગે ક્યાસ મેળવશે. કચ્છ પર મન્ડરાઈ રહેલા વવાઝાડો સંકટ અંગે સમીક્ષા કરશે. તથા કચ્છની વર્તમાન સ્થતિ અંગે રિપોર્ટ મેળવશે.