Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

વાવાઝોડું ત્રાટકે તો પવનચક્કી, રૂફટોપની સોલાર પેનલોને મોટી નુકસાનીની ભીતિ

  • બે દાયકામાં ગુજરાતના દરિયાકાંઠા પર પવનચક્કીઓની સંખ્યામાં વધારો
  • ઘર પર ફિટ કરાયેલી સોલાર પેનલો હવામાં ઊડી જવાનો ને તૂટી જવાનો ડર
  • કંપનીઓ જવાબદારીમાંથી છટકી જતાં પેનલ ઉતારવા નાગરિકો મજબૂર

ગુજરાત પર બીપરજોય વાવાઝોડાનો મંડાયેલો ખતરો વિનાશની વિભિષિકા સર્જી શકે છે. તેમાંથી પવનચક્કી અને રૂફટોપની સોલાર પેનલો પણ બાકાત રહે તેમ નથી. જો વાવાઝોડું ત્રાટકશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાપિત કરાયેલી પવનચક્કીઓને મોટાપાયે નુકસાન થઈ શકે છે. આવી જ રીતે ઘર પર લગાવાયેલી સોલાર પેનલોમાં પણ મોટું નુકસાન થવાનું જોખમ ઉભું થયું છે.

બે દાયકા અગાઉ સૌરાષ્ટ્રમાં લાંબાના દરિયાકિનારે પવનચક્કીઓ હતી. પરંતુ બે દાયકામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનચક્કીઓની સંખ્યા હજારો પર પહોંચી ગઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જાણે પવનચક્કીઓનું જંગલ ઉભું થઈ ગયું છે. આવી જ રીતે છેલ્લા પાંચેક વર્ષમાં સોલાર રૂફ ટોપ પોલિસીના લીધે બંગ્લોઝ, ટેનામેન્ટ, રો-હાઉસની છતો પર સોલાર પેનલોનો ખડકલો થઈ ગયો છે. હવે જ્યારે બિપરજોય વાવાઝોડાનો ખતર મંડરાયો છે ત્યારે પવનચક્કી અને રૂફટોપની સોલાર પેનલો પર પણ જોખમ ઉભું થયું છે. પવનચક્કી ચાલુ કે બંધ અવસ્થામાં તેજ પવનની કેટલી ઝીંક ઝીલી શકશે તે કોયડો છે. જો ઓપરેશન મોડમાં રાખવામાં આવે તો પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. અને જો બંધ (સ્થિર) સ્થિતિમાં રાખવામાં આવે તો તેની બ્રેક, પાંખડા, મેઈન પોલ સહિતનાને નુકસાનીનો ડર રહે છે. જેને લઈને પવનચક્કીના માલિકો હાલ ઉંડી ચિંતામા ગરકાવ થઈ ગયા છે.

આવી જ રીતે સોલાર રૂફટોપ પોલિસી અંતર્ગત જે કંપનીઓને એમ્પેનલ્ડ કરાઈ છે તેઓને રપ વર્ષના મેઈન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી છે. એ શરતે ઘરે-ઘરે સોલાર પેનલો લગાવાઈ છે. હવે આ પેનલો પણ ભારે હવા ફૂંકાય તો ઉડવાની, તૂટવાની કે અન્ય નુકસાન પહોંચવાની ભીતિ પેદા થઈ છે. હાલ તો આ બન્ને ઉર્જાના સ્ત્રોત પેદા કરનારા સાધનોમાં લાખો અને કરોડોની નુકસાની થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

કંપનીઓ જવાબદારીમાંથી છટકી જતાં પેનલ ઉતારવા નાગરિકો મજબૂર

સોલાર રૂફટોપ પોલિસી અંતગત્ સરકારે જે કંપનીઓને એમ્પેનલ્ડ કરી છે તેઓની સાથે કરાર કરાયા છે કે તેમણે રપ વર્ષ સુધી તમામ પ્રકારનું મેઈન્ટેનન્સ ભોગવવાનું રહેશે. આમ છતાં કંપનીઓ જવાબદારીમાંથી છટકી રહી છે જો સોલાર પેનલોને નુકસાન પહોંચશે તો કંપની તેની કોઈ જવાબદારી નહીં લે. આના લીધે સોલાર સિસ્ટમ ફીટ કરાવનારાઓ હાલ સાવચેતીના ભાગરૂપે સોલાર પેનલો છુટી કરીને નીચે ઉતારી રહ્યાં છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles