- રસ્તા તોડી ખાડાઓ કરી અધૂરી કામગીરી મૂકી તંત્ર ગાયબ
- શહેરના બોપલ-આંબલી રોડ પર તંત્ર અધુરૂ કામ
- રોડ બનાવ્યા બાદ પ્રિ-મોન્સૂનની કામગીરી તંત્રને યાદ આવી
અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ તંત્ર બેદરકાર છે. જેમાં રસ્તા તોડી ખાડાઓ કરી અધૂરી કામગીરી મૂકી તંત્ર ગાયબ થયુ છે. શહેરના બોપલ-આંબલી રોડ પર તંત્ર અધુરૂ કામ કરી ગાયબ થયુ છે. તેમાં લાખોના ખર્ચે રોડ બને બાદમાં તંત્ર ખાડા કરે છે.
વાહ રે તંત્ર તારી મનમાની ચોમાસુ નજીક છતાં કામ અધૂરું મૂકી માર્ગો રામ ભરોસે
ઉલ્લેખનીય છે કે રોડ બનાવ્યા બાદ પ્રિ-મોન્સૂનની કામગીરી તંત્રને યાદ આવી છે. વાહ રે તંત્ર તારી મનમાની ચોમાસુ નજીક છતાં કામ અધૂરું મૂકી માર્ગો રામ ભરોસે છે. જેમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના નામે તંત્રની બેદરકારી સામે આવી છે. રસ્તા તોડી ખાડાઓ કરી અધૂરી કામગીરી મૂકી તંત્ર ગાયબ થયુ છે. શહેરના બોપલ-આંબલી રોડ પર તંત્ર અધુરૂ કામ કરી ગાયબ થતા લોકો રોષે ભરાયા છે. લાખોના ખર્ચે રોડ બને બાદમાં તંત્ર ખાડા કરીને પ્રજાના પૈસા પાણીમાં નાખી રહ્યું છે.
રોડ બનાવ્યા બાદ પ્રિ-મોન્સૂનની કામગીરી તંત્રને યાદ આવી
રોડ બનાવ્યા બાદ પ્રિ-મોન્સૂનની કામગીરી તંત્રને યાદ આવી છે. જેમાં લાખોના ખર્ચે પહેલા રોડ બનાવે છે તથા કોઇ લાઇન નાખવાની યાદ આવે તો તે લાખોનો ખર્ચ કરેલ રોડ તોડી પાડવામાં આવે છે. જેમાં પ્રજામાં પૈસે અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને લીલા લહેર છે. જેમાં સમગ્ર શહેરમાં પ્રિ-મોન્સૂનની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે.