હાલ લગ્ન (marriage)ની સીઝન ચાલી રહી છે. એવામાં સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા (Vitthalbhai Radadia)ના દીકરા એવા જયેશભાઈ રાદડિયા(Jayeshbhai Radadia) દ્વારા એક ખુબ જ માનવતા ભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. 25 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં તેમના દીકરા જયેશભાઈ રાદડિયા દ્વારા જામકંડોરણા ખાતે સાતમા શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું શીર્ષક ‘લાગણીના વાવેતર’ રાખવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને તો સૌ કોઈ જાણે જ છે. તેઓએ પોતાના દીકરાઓને વારસામાં અઢળક સંપત્તિ તો આપી જ છે સાથેસાથ અમુલ્ય સંસ્કારોનું પણ સિંચન કર્યું છે. જેને પગલે તેઓના દીકરા એવા જયેશભાઈ રાદડિયાએ તેમના પિતાની પુણ્યસ્મૃતિમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં લેવા પટેલ સમાજની 165 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આ પહેલા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની હાજરીમાં 221 યુગલોના સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારે હવે જયેશભાઈ રાદડિયા પણ પોતાના પિતાના માર્ગ પર આગળ વધી રહ્યા છે. સાથે જ તેઓ પણ હંમેશા સામાજિક કાર્યમાં અગ્રેસર રહે છે. જેના કારણે તેમની ચારેબાજુ વાહવાહી થઇ રહી છે.
સાથે જ જયેશભાઈ રાદડિયા દ્વારા કરાવવામાં આવેલ આ લગ્નમાં એક ખાસ કારણ ચર્ચાનો વિષય બન્યું છે. જે છે દીકરીઓને આપવામાં આવેલ કરિયાવર… જેના વિશે વાત કરીએ તો, લગ્નમાં દીકરીઓને પાનેતરથી માંડીને ઘરવખરીની 123 ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
જેમાં શ્રીમદ ભાગવત ગીતા તથા સાવજનું કાળજુ જેવા પુસ્તકો, સોનાના દાણાના બે નંગ, ડબલ બેડનો પલંગ, લાકડાનો કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શૂટ, વરરાજાના બુટ અને ફ્રીજ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.
સમૂહ લગ્નમાં 165 વરરાજાના વરઘોડા એક સાથે કાઢવામાં આવ્યા હતા. વરઘોડાની અંદર 25 વિનટેજ કાર, 50 ખોલી જીપ્સી, ઘોડાઓ તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલની મંડળી અને બેન્ડવાજાના ગ્રુપ જોડાયા હતા. વરઘોડાને જામકંડોરણાના મુખ્ય હાઇવે ઉપર એક કલાક સુધી ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ લગ્ન મંડપે પહોંચ્યા હતા.
આ લગ્નમાં હાજર રહેલા મહેમાનો વિશે વાત કરીએ તો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બિલ્ડરો, ઘણા ઉદ્યોગપતિઓ તેમજ ઘણા વેપારીઓએ પણ હાજરી આપી હતી. તમામ ક્ષેત્રના મહાઅનુભવો અને એક લાખ લોકોએ 165 નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.