- લોકોને આ નીતિનો લાભ મળે તે પૂર્વે જ પૂર્ણ થઈ રહી છે : અરજદાર
- હાઈકોર્ટે જર્ક સહિતના તમામ પક્ષકારોને નોટિસ પાઠવી
- ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (જર્ક)ને જરૂરી નિર્દેશ આપો
રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી ગુજરાત વિન્ડ સોલાર હાઈબ્રિડ પોલિસી-2018 ( ગુજ વિશ પોલિસી-2018)ને 19-06-2023થી 10-08-2023 સુધી લંબાવવાની માગ સાથે ડિસ્ટ્રિબ્યુટેડ સોલાર પાવર એસોસિએશને હાઈકોર્ટમાં અરજી કરી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (જર્ક), ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એસોસિએશન(ગેડા) સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 15 જૂને હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન, અજદારના વકીલની રજૂઆત હતી કે રાજ્ય સરકારે વિશ પોલિસી-2018નો અમલ ઉર્જાના વિવિધ સ્ત્ર્રોતને વિકસાવવા અને લોકો સુધી તેનો લાભ પહોંચાડવાના ભાગરૂપે કરેલો છે. પાંચ વર્ષ સુધી આ નીતિ અમલમાં રહેલી છે. આ પોલિસીના લાભ મળવાના પુરા થાય તે પહેલા જ તે પૂર્ણ થઈ રહી છે. આ નીતિ 19જૂન 2023ના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે લોકો સુધી આ નીતિનો લાભ પૂરતા પ્રમાણમાં પહોંચે તે હેતુથી તેને 10-08-2023 સુધી એટલે 52 દિવસ સુધી લંબાવવામાં આવે. આ સંદર્ભે રાજ્ય સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (જર્ક)ને જરૂરી નિર્દેશ આપો.