- જૂનના મધ્યમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની સંભાવના
- આવનારા સમયમાં ચોમાસું કેરળ પહોંચી જશે
- કેરળમાં ચોમાસા બાદ ગુજરાતનું અનુમાન થશે
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશેય. વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરી છે જેમાં અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છેકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.
આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા છે, જ્યારે રવિવારે અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ અપાઈ છે. કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના ઉત્તર ભાગની દરિયાઈ પટ્ટી માટે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 3થી 7 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ રહેલી છે.
આ તરફ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છેકે, આગાહી મુજબ રાજ્યમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે, ગુજરાતમાં 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલે છે, 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. 8 જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે.
3થી 7 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 8થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાશે. કેરળના દરિયા કિનારે 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.