- 749 કિલોગ્રામ અને 582 લિટર c73 સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે
- અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો
- ચેકિંગ સઘન બનાવવા વોર્ડ દીઠ ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી
AMCના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા છેલ્લાં એક સપ્તાહમાં 613 એકમોનું ચેકિંગ કરીને 346 એકમોને નોટિસ આપવામાં આવી હતી અને 73 સેમ્પલ લેવામાં આવ્યા છે. હેલ્થ- ફુડ વિભાગે, રૂ. 2 લાખ, 17 હજારનો દંડ વસૂલ કર્યો છે અને રૂ. 1 લાખ, 75 હજારનની લાયસન્સ ફી વસૂલ કરવામાં આવી છે. હેલ્થ- ફુડ વિભાગે તા. 25 મેથી તા. 2 જૂન સુધીના એક સપ્તાહ દરમિયાન ખાણી પીણીના એકમો, ડેરી, ફરસાણ, સ્વીટ્સ, કરિયાણા, વગેરે એકમોનું ચેકિંગ કરીને 73 સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જેમાં શેરડીનો રસ 6, ઘી, દૂધ, લસ્સી, આઈસ્ક્રીમ, પનીરના 5, મિઠાઈના 6, નમકીનના 9, ખાદ્ય તેલના 2, બેસન, મેદોના 3, મસાલાના 21 તથા અન્ય 21 સહિત 73 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ 749 કિલોગ્રામ અને 582 લિટર અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ. હેલ્થ- ફુડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને પકડવા સમયાંતરે ચેકિંગ કરીને ખાદ્ય ચીજોના સેમ્પલ લેવામાં આવે છે. હોટલો, રેસ્ટોરેન્ટ, સહિત ખાણીપીણીના એકમોના લાયસન્સ- રજિસ્ટ્રેશનના ચેકિંગ કરવામાં આવે છે તેમજ ઉનાળામાં રોગચાળો ન ફેલાય તે માટે બરફના ગોળા, શેરડીના રસ, મેન્ગો મિલ્ક શેક, પાણી પુરી, વગેરેનું ચેકિંગ સઘન બનાવવા વોર્ડ દીઠ ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે.