શ્રીકાર વરસાદ બાદ દ્રોણેશ્વર મચ્છુન્દ્રી નદીના કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઊઠી: આકાશી નજારો

સમગ્ર ગુજરાતમાં અને વિશેષ સૌરાષ્ટ્ર ના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી બધે પાણી વહેતા થયા છે. નદી ડેમ વગેરે જળાશયોમાં નવા નીર આવી ગયા છે. ત્યારે આ નયનરમ્ય દ્રશ્ય જાતા લાગે કે ધરતી એ લીલી ચુંદડી ઓઢી લીધી છે. ગીરના મધ્ય જંગલમાંથી નિકળી સમુદ્ર ને મળતી મચ્છુન્દ્રી નદી ના કિનારે એક બાજુ દેવાધિદેવ દ્રોણેશ્વર મહાદેવજી નું મંદિર છે અને બીજા કિનારે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર આવેલું છે. આ દ્રશ્ય ડ્રોન માસ્ટર ચિરાગ વેકરીયા એ કેમેરામાં કેદ કર્યું હતું. આવું મનમોહક દ્રશ્ય જોઈ ગીરના યુવક લાલજી બોસરીયા ને મન એક પંક્તિ સ્ફુરી
“કોળાણી વન વેલી મચ્છુન્દ્રી તીર, પ્રકૃતિ પ્રભુએ નેહે ભર્યા ક્ષીર.
લાલ આંખે જીવન એ લીલી ગીર, અનંત આનંદ અણમોલ હિર.”