- દીકરી-પિતા વચ્ચે સમાધાન થયા હોવાના આધારે હાઈકોર્ટનો નિર્ણય
- પિતાએ બળજબરી આચરીને દીકરીના નિર્વસ્ત્ર હાલતમાં ફોટા પાડીને તેની સાથે દુષ્કર્મ આચરેલુ
- આરોપી સામે ફરિયાદ રદ કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી.
રામોલમાં પિતા દ્વારા જ તેની સગી દીકરી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં હાઈકોર્ટે આરોપી પિતા સામેની ફરિયાદને રદ કરવા માટેનો હુકમ કર્યો છે. કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયા બાદ, ફરિયાદીએ હાઈકોર્ટમાં સોગંદનામુ કરેલુ કે આરોપી સામે ફરિયાદ રદ કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી.
કેસની વિગત જોઈએ તો, રામોલમાં એક પિતા દ્વારા તેની જ દિકરી પર દુષ્કર્મ આચરવામાં આવેલુ. આ કેસમાં આરોપી પિતા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવેલી. જો કે, બાદમાં ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ જતા, ફરિયાદીએ આ મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કરેલુ કે આરોપી સામે ફરિયાદ રદ કરાય તો તેને કોઈ વાંધો નથી. આ કેસમાં માતા જ્યારે નોકરી પર ગયેલી ત્યારે પિતાએ બળજબરી આચરીને દીકરીના નિર્વસ્ત્ર હાલતમાં ફેટા પાડીને તેની સાથે દુષ્કર્મ આચરેલુ