સમસ્ત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા સુરત યુવા પાંખ દ્વારા “તિલક હોળી”તેમજ “મહિલા દિવસ”નીભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી ગિરીશભાઈ ત્રિવેદી તેમજ મહિલા પાંખ પ્રમુખ શ્રી પ્રતિભા બેન દેસાઈ , યુવા પાંખ પ્રમુખ ભાર્ગવ ભાઈ જાની તેમજ રાજ્ય કક્ષા ના યશસ્વી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરીયા એ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું તેમજ ક્રિષા મહેતા તેમજ યાત્રા જાની એ પોતાની આગવી શૈલીમાં સાંસ્કૃતિક નૃત્ય કરી બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ તૃપ્તિ બેન મહેતા અને રંજન બેન મહેતા એ પોતાના સુમધુર કંઠ દ્વારા કૃતિ રજુ કરી એકંદર આ સફળ કાર્યક્રમ નો આનંદ બહોળી સંખ્યામાં બ્રહ્મ પરિવારો એ માણ્યો….
અહેવાલ – ચિરાગ રાજગોર