- જાન્યુઆરીએ તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો
- રિફંડેબલ ચાર્જિસ અને એક્સ્ટ્રા સર્વિસ બહાને પણ રૂપિયા પડાવ્યા
- એક્સ્ટ્રા સર્વિસ મેળવવાના બહાને વૃધ્ધ પાસેથી કુલ રૂ. 17.64 લાખ પડાવી લીધા
સાબરમતીના આધેડે પાસે ગઠિયાઓએ ડેટિંગ એન્ડ ચેટિંગના બહાને કુલ રૂ. 17.64 લાખ પડાવી લીધા હતા. તેમજ તેમાં રિફંડેબલ ચાર્જિસ અને એક્સ્ટ્રા સર્વિસ બહાને પણ રૂપિયા પડાવ્યા હતા. સાબરમતીમાં રહેતા 46 વર્ષીય અય્યર પ્રકાશભાઇ ક્રિષ્નમૂર્તિને 3 જાન્યુઆરીએ તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. જેથી તેમને તે નંબર પર સંપર્ક કરતા દિશા નામની મહિલાએ પોતે રોયલ મેચ મેટ કંપનીમાંથી હોવાનું રજિસ્ટ્રેશન માટે રિફંડેબલ ચાર્જીસ અને એક્સ્ટ્રા સર્વિસ મેળવવાના બહાને વૃધ્ધ પાસેથી કુલ રૂ. 17.64 લાખ પડાવી લીધા હતા.