Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગ, 68 દુકાનોની હરાજી કરી 200 કરોડ મેળવાશે

  • 391 ફોર વ્હીલર અને 900 ટુ- વ્હીલરની કેપેસિટી
  • પાંચમા માળે ઓપન ટેરેસનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાશે નહીં
  • સિંધુભવન પરના પે એન્ડ પાર્કના ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 દુકાન-શો-રૂમ બનાવવામાં આવ્યા

AMC દ્વારા શહેરના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર તૈયાર કરવામાં આવેલ મલ્ટિલેવલ પાર્કિંગમાં કુલ 68 દુકાનોનું હરાજીથી વેચાણ કરવાની કવાયત હાથ ધરી છે અને આ દુકાનોની હરાજી મારફતે રૂ. 200 કરોડ એકત્રિત કરવાની ધારણા છે. આ મલ્ટિલેવલ પે એન્ડ પાર્કનાં પાંચમા માળ સાથે ઓપન ટેરેસનાં હક આપવા અંગે સર્જાયેલાં વિવાદ બાબતે ટીપી કમિટી ચેરમેને એવી સ્પષ્ટતા કરી હતી કે, પાંચમા માળનાં ઓપન ટેરેસનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાશે નહિ. સિંધુભવન રોડની આસપાસના વિસ્તારમાં અનેક કોમર્શિયલ અને રહેણાંકની સ્કીમો બની ગઇ હોવાથી ટ્રાફ્કિનું ભારણ વધવાને કારણે સિંધુભવન રોડ પર વિશાળ પ્લોટમાં 391 ફોર વ્હીલર અને 900 ટુ- વ્હીલરની કેપેસિટી ધરાવતું પે એન્ડ પાર્ક બનાવ્યુ છે અને સિંધુભવન પે એન્ડ પાર્કની તમામ કોમર્શિયલ સ્પેસનાં વેચાણ માટે જે બેઝ પ્રાઇસ રાખવામાં આવી છે તેની ગણતરી કરતાં 200 કરોડ જેટલી થાય છે. પરંતુ ઇ-ઓકશનમાં મોટી કંપનીઓ જેવા ભાગ લેશે તે જોતાં આવક 200 કરોડથી વધુ થવાની ધારણા છે.સિંધુભવન પરના પે એન્ડ પાર્કના ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 દુકાન-શો-રૂમ બનાવવામાં આવ્યા છે. પહેલા માળે 16 જેટલી દુકાન-શો-રૂમ તથા ઓફ્સિ ઉપયોગ થઇ શકે તે પ્રકારની કોમર્શિયલ સ્પેસ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles