- કાકોશીમાં દલિત યુવાનનો અંગૂઠો કપાયાના મુદ્દે ‘ચોર કોટવાલને દંડે’નો ઘાટ
- દિલત યુવકે તલવાર વીંઝતા તેને જ વાગી ગઈ હતી : સામી FIRમાં દાવો
- રૂદ્રએ ગ્રાઉન્ડમાંથી બોલ પકડી લીધો હતો
સિદ્ધપુર તાલુકામાં કાકોશીમાં ક્રિકેટ મેચના બોલ બાબતે કેટલાક શખ્સોએ દલિત યુવકના હાથનો અંગુઠો કાપી નાંખ્યાના મામલે ‘ચોર કોટવાલને દંડે’ જેવો ઘાટ થયો છે અને આખા કિસ્સામાં દલિત યુવાન પરના હુમલાખોરોને બચાવવાનો જ જાણે પરોક્ષ પ્રયાસ થઈ રહ્યો હોય તેમ અંગુઠો કપાયો તેને જ આરોપી બનાવી દલિત યુવાને જ કરેલા હુમલામાં તેણે જે તલવાર વિંઝી તેના કારણે અંગુઠો કપાવવામાં તે પોતે જ જવાબદાર હોવાનું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે.
સિદ્ધપુર તાલુકાના કાકોશીમાં ધીરજભાઇ પાનાભાઇ પરમારના ભત્રીજા હર્ષિદ ઉર્ફે રૂદ્રનો રવિવારે બર્થ ડે હતો. જેથી ધીરજભાઇ આઇ.ડી.સેલિયા સ્કૂલ ખાતે તેમના ભત્રીજા સાથે મેચ જોવા માટે ગયા હતા. આ દરમ્યાન રૂદ્રએ ગ્રાઉન્ડમાંથી બોલ પકડી લીધો હતો. જેને લઇને ત્યાં ક્રિકેટ રમતા કેટલાક યુવકોએ રૂદ્રને બિભત્સ શબ્દો બોલી રહ્યા હતા. બાદમાં કુલદિપસિંહ, સિદ્ધરાજસિંહ, રાજુ ઉર્ફે રાજદિપ, જસવંતસિંહ, ચકુભા અને મહેન્દ્રસિંહ સહિતના લોકો થોડીવાર બાદ ધીરજ પાસે લાકડીઓ લઇને આવ્યા હતા. જ્યાં ગામજનોએ ભેગા મળીને સમગ્ર પ્રકરણનું સમાધાન કર્યુ હતુ. બાદમાં સ્કૂલ પાસે ગલ્લા પર સિદ્ધરાજ, કુલદિપસિંહ સહિત તેમના મિત્રો ત્યાં ચા પી રહ્યા હતા ત્યારે કિર્તીએ તેઓને કહેલ કે, મારા ભાઇએ સમાધઆન કરેલ છે મારે સમાધાન કરવુ નથી તેમ કહેતા અંદરોઅંદર બોલાચાલી થઇ હતી. સિદ્ધરાજસિંહ નોંધાવેલ આક્ષેપ કરતી ફરિયાદ મુજબ, કિર્તી ક્યાંથી તલવાર લઇને આવીને કુલદિપસિંહને મારવા જતો હતો ત્યારે સિદ્ધરાજે વચ્ચે હાથ આડો કરતા તેણે ઇજા પહોંચી હતી. આ દરમ્યાન કિર્તી તલવાર ક્રોધિત થઇને આમતેમ ફેરવતી વખતે તેના હાથ પર તલવાર વાગતા લોહીલુહાણ થઇ ગયો હતો.