Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સી.આર પાટીલના નેતૃત્વમાં આજે ભાજપના તમામ મનપા હોદ્દેદારોની બેઠક

  • મહાનગર પાલિકા વિસ્તારમાં ચૂંટાયેલા MLA પણ રહેશે હાજર
  • આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી મુદ્દે કરાશે મહત્વની ચર્ચા
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા બોલાવાય છે બેઠક

દેશમાં લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓનો સમય બાકી છે ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે અલગ વ્યૂહ રચના બનાવી રહ્યું છે. આ માટે આજે સુરત ખાતે મહાનગરોની કારોબારીની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં 8 શહેર પ્રમુખ અને મનપા હોદ્દેદારોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

8 શહેરોના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો હાજર રહેશે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં સુરત ખાતે આજે સવારે 10 વાગ્યે મહાનગરોની કારોબારાની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ભાવનગરના મનપાના હોદ્દેદારો અને 8 શહેર પ્રમુખ હાજરી આપશે. આ બેઠકમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા થશે.

2024માં ભવ્યથી ભવ્ય જીત પર નજર

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી, એવી બેઠકો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ જિલ્લાઓમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે. સંબંધિત બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જન સંપર્ક અભિયાન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પહેલા કમલમ કાર્યાલયના સંચાલન માટે કમિટી બનાવવામાં આવી છે. કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રશેખર દવે, સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે.

33 જિલ્લાઓમાં વનડે વન ડિસ્ટ્રિક શરૂ

લોકસભાની ચૂંટણીમાં ભાજપ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે. આ માટે તેમણે લક્ષ્યાંક પણ રાખેલો છે. મહત્વનું છે કે, સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેનું પરિણામ ભાજપને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે 33 જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કર્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles