- યોગી આદિત્યનાથના ગુરુભાઈ રાકેશ મહારાજનું નિધન
- છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
- લાંબા સમયથી મંદિરમાં સેવા આપી રહ્યા હતા
સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. યોગી આદિત્યનાથના ગુરુભાઈ મહંત રાકેશ મહારાજનું નિધન થયું છે. ક્ષેત્રપાલ મંદિર સુરતનું અતિપ્રાચીન મંદિર છે અને ત્યાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ શનિવારે અને મંગળવારે જોવા મળતી હોય છે. ત્યારે મહંતના અચાનક નિધનથી ભક્તોમાં શોકનો માહોલ છે.
ત્યારે ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાકેશ મહારાજ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં હતા. જ્યાં મોડી રાત્રે તબિયત લથડી અને હૃદય હુમલો આવ્યો હતો અને જે પછી તેમનું નિધન થયું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે.
આ અગાઉ ત્રણ દિવસ અગાઉ 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને ઓટોરીક્ષામાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટકેથી મોત થવાની આશંકા વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.