- જેલમાંથી પરીક્ષા આપનાર તમામ 13 કેદીઓ પાસ
- લાજપોર જેલમાં કેદીઓ માટે અભ્યાસની વ્યવસ્થા
- જેલનું ધોરણ 10નું 93% પરિણામ આવ્યું હતું
આજે બુધવારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે. જેમાં 73.27% પરિણામ આવ્યું હતું જે ગત વર્ષની સરખામણીમાં 13% ઓછું છે. આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમાં જેલમાં રહીને અભ્યાસ કરતાં કેદીઓ પણ છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 13 કેદીઓએ પરીક્ષા આપી હતી અને તમામ કેદીઓ પાસ થયા હતા. આ રીતે લાજપોર જેલનું 100% પરિણામ આવ્યું હતી.
જેલમાં કેદીઓને ભણવાની વ્યવસ્થા
જેલમાં રહેલા કેદીઓ આગળ અભ્યાસ કરવા માંગતા હોય તેમને જેલ તંત્ર દ્વારા ભણવાની વ્યવસ્થા કરવામાં આવે છે. સુરતની લાજપોર જેલમાં ધોરણ 10 અને 12 બંને માટે કેદીઓને અભ્યાસની વ્યવસ્થા ઊભી કરાઇ છે. ગત વર્ષે ધો. 12 સામાન્ય પ્રવાહ માટે 13 કેદીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ 13 કેદીઓ પાસ થઈ ગયા હતા.
જેલનું ધો.10નું 93% પરિણામ આવ્યું હતું
સુરતની લજપોર જેલનું ધો. 10 બોર્ડનું પણ સારું પરિણામ આવ્યું હતું. જેલમાંથી કુલ 14 કેદીઓએ ધોરણ 10ની એક્ઝામ આપી હતી. જેમાંથી 13 કેદીઓએ પરીક્ષા પાસ કરી હતી. આ રીતે લાજપોર જેલનું ધો. 10નું પરિણામ 93% જેટલું નોંધાયું હતું.