Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરતની સિટી બસનો જીવના જોખમે મુસાફરીનો વીડિયો વાયરલ

  • મુસાફરો બસમાં લટકીને કરી રહ્યા છે મુસાફરી
  • બસની ક્ષમતા કરતા વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે
  • અગાઉ પણ લટકીને મુસાફરી કરતા યુવકનું મોત થયુ હતુ

સુરત સિટી બસમાં લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો દરવાજા પર લટકીને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. બસ નંબર 105માં લોકો લટકીને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. વારંવાર સિટી બસમાં આ પ્રકારે મુસાફરી થતી હોવાના વીડિયો સામે આવે છે, પરંતુ પ્રશાસન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ઘણાં લાંબા સમયથી સુરતમાં લોકોને ટ્રાન્સપોર્ટેશમાં અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. સમયસર રૂટ પર બસો દોડાવવામાં આવે છે પરંતુ ઘણીવાર ક્યાંક જનતાની ભૂલ તો ક્યાંક બસ ચાલકોની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા વાર નથી લાગતી.

આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે એક બે નહીં પરંતુ 4થી પણ વધારે લોકો બસની બહાર જ લટકી રહ્યા છે. આ લોકો બસનો દરવાજો પકડીને ઉભા છે. મુંબઇની લોકલ ટ્રેનમાં કચોકચ ભીડ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતમાં સિટી બસ માટે અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકીના કેટલાક રૂટ ઉપર વધુ પ્રમાણમાં લોકો મુસાફરી કરતા હોવાનો પણ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું છે.

અત્યારે જે વીડિયો વાઈરલ થયો છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો બસના ગેટ ઉપર લટકીને મુસાફરી કરી રહ્યા છે. જો આ સંજોગોમાં કોઈકનો હાથ ત્યાંથી છટકે તો નીચે પટકાવાથી ગંભીર ઈજા અથવા મોત પણ નીપજી શકે છે.​​​​​​​

પહેલા પણ આ નંબરની બસનો જ વીડિયો થયો હતો વાયરલ

અગાઉ પર બસ નંબર 105નો જ આવો જ વીડિયો વાયરલ થયો હતો. તો આ પહેલા અગાઉ બસમાં લટકીને મુસાફરી કરતા એક યુવકનું પણ થયું હતું. નોંધનીય છે કે, સુરતના લોકોએ અનેક વખત વધારાની બસ મુકવાની માંગ મનપા સમક્ષ કરી છે. કોર્પોરેશન દ્વારા વધારાની બસો ન ફાળવતા લોકો જીવના જોખમે મુસાફરી કરે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles