Monday, December 23, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરતમાં અંદાજે રૂ. 4 લાખના મરચાં, હળદર, જીરુંનો શંકાસ્પદ માલ જપ્ત

  • મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે સરકારની લાલ આંખ
  • સુરતના કડોદરામાંથી 3057 કિલો માલ પકડાયો
  • લેબ રિઝલ્ટ બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે

ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે વિભાગે સુરતના કડોદરમાંથી મરચાં, હળદર, જીરુંનો 3057.40 કિલો શંકાસ્પદ માલ પકડી પાડ્યો હતો. ટીમ દ્વારા કુલ 3.98 લાખ રૂપિયાનો મરચા, હળદર અને ધાણાજીરૂ પાવડર, ગ્રીન અને યલો કલર સહિતનો જથ્થો પકડવામાં આવ્યો હતો.

કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

કલરથી ભેળસેળ કરવામાં આવતી હતી

કોશિયાએ કહ્યું હતું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુંમાં ચોખાની કુશકી તથા કલરની થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર વેપારી જૈન દિલીપકુમાર પુખરાજભાઈ, મે.જે.ડી એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુ પાવડરનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં કલર તથા ચોખાની કુશ્કીની ભેળસેળ કરતાં હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત હળદર પાવડર અને ધાણાજીરૂમાં કલરની ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળતું હતું.

પેકિંગમાં ખોટું સરનામું છાપવામાં આવતું હતું

જેમાં તપાસ દરમિયાન સ્થળ પર મળી આવેલા પેકિંગમાં ખોટું સરનામું છાપવામાં આવતું હતું. વધુમાં સ્થળ પરથી મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, ગ્રીન કલર, યલો કલર મળીને કુલ 6 કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જ્યારે બાકીનો આશરે 3057.40 કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. 3.95 લાખ થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles