રત્નકલાકારોના પગાર વધારાની માગ સાથે વિરોધ
પગાર ન વધારતા કર્મીઓ મેદાનમાં
પગાર નહીં વધારતા હોવાનો રત્નકલાકારોનો આક્ષેપ
સુરત હીરા ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતું છે. આ ઉદ્યોગ લાખો લોકોને રોજગાર આપી રહ્યો છે. પરંતુ મોંઘવારીના મારથી લોકો પરેશાન છે. તેવામાં સુરતમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500થી વધુ રત્નકલાકારો પગાર વધારાને લઇ હડતાળમાં ઉતર્યા છે.
રત્નકલાકારોના પગાર વધારાની માગ
છેલ્લા કેટલાક સમયથી નવા કારીગરો આ ઉદ્યોગમાં આવતા નથી. તે બાબત તો ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે, તેનાથી મોટી ચિંતા જે કારીગરો હાલ છે તે પણ અન્ય વ્યસયાય કે નોકરીમાં જઈ રહ્યા છે. હાલમાં પણ સુરતમાં દોઢ લાખ કારીગરોની અછત છે. સાથે જ લોકોને મોંધવારીનો સામનો કરી રહ્યા છે. તેવામાં સુરતમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500 કારીગરો પગાર વધારાને લઇ વિરોધ નોંધાવ્યો છે. હિરાના કારીગરો પગાર વધારાની માંગને લઇ ને લઈ રત્નકલાકારો કંપની બહાર જ વિરોધ પ્રદર્શ કરી રહ્યા છે. સામાન્યરીતે હીરા ઉદ્યોગમાં વર્ષ પૂર્ણ થયા દરમિયાન પગાર વધારવામાં આવતો હોય છે. પરંતુ કંપનીના નિયમ મુજબ પગાર પગાર નહીં વધારતા હોવાનો રત્નકલાકારોનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ કર્મીઓ માંગ કરી રહ્યા છે. કે જો પગાર નહીં વધારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.
ડાયમંડમાં મંદીની અસર
છેલ્લા બે વર્ષથી રિયલ હીરાની માગ ઘટી જ રહી છે. તેવામાં સુરતના લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક બજારમાં માગ ઘટતા સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જો કે, નાના મોટા હીરાના કારખાનામાં વેકેશનો લંબાવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગોમાં વેકેશન પડેતો નાના મોટા તમામ વેપારીઓને તેની માઠી અસર સર્જાશે. જોકે, હીરાના વેપારીઓ એક મહિના બાદ વિશ્વ બજારોમાં હીરાની ફરી માગ વધશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.