- છેડતી કરનાર યુવકને સ્થાનિકોએ ભણાવ્યો પાઠ
- સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો
- પોલીસે યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી
સુરત જિલ્લામાં અવારનવાર છેડતીના બનાવો વધી રહ્યા છે તેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આજે શનિવારે સુરતના કામરેજમાં સગીરાની છેડતીનો બનાવ બનતા સ્થાનિકોએ છેડતી કરનાર યુવકને પકડી પાઠ ભણાવ્યો હતો. પકડાયેલા યુવકનું લોકોએ ભેગા મળીને અડધું માથું મુંડી નાખ્યું હતું.
સ્થાનિકોએ યુવકને પાઠ ભણાવ્યો
બનાવની વિગતો એવી છે કે, કામરેજમાં એક યુવક સગીરા યુવતીની છેડતી કરતો હતો જે વાત સ્થાનિકોના ધ્યાનમાં આવતા આસપાસના લોકોએ યુવકને પકડી પાડ્યો હતો અને તેને સબક શીખવ્યો હતો. છેડતી કરનાર યુવકને સ્થાનિકોએ સજા આપવા તેનું અર્ધ મુંડન કર્યું હતું.
સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ
આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થયો હતો. લોકોએ યુવકને પકડી ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી. કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી યુવકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે.