- ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે પ્લાન તૈયાર
- ટોટલ 7.20 લાખ સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરાશે
- 20 બ્લોકમાં 1.75 થી 2 લાખ શ્રોતાઓની બેઠક વ્યવસ્થા કરાશે
સુરતમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. જેના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે વિશાળ 20 બ્લોક બનાવવામાં આવશે, તેમજ કુલ 7.20 લાખ સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરાશે અને જેમાં 1.75 થી 2 લાખ શ્રોતાઓની બેઠક વ્યવસ્થા કરાશે.
ટોટલ 7.20 લાખ સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરાશે
એટલું જ નહીં ગરમી હોવાના કારણે શ્રોતાઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમજ કુલ 6 જગ્યાએ નિશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તરફ જો સ્ટેજની વાત કરવામાં આવશે તો 100*40 ફૂટનું ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે. એટલું જ નહીં 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યાને કવર કરતા LED સ્ક્રીન લગાવાશે જેથી શ્રોતાઓ સારી રીતે તેને જોઇ શકશે.
નોંધનીય છેકે, સુરતમાં દિવ્ય દરબાર દિવ્ય પ્રવચનના નેજા હેઠળ કાર્યક્રમ યોજાશે જેમાં બાગેશ્વર સરકાર આયોજન સુરત સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તારીખ 26 અને 27 મે ના રોજ કાર્યક્રમ યોજાશે તેની શરૂઆત સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે. આ કાર્યક્રમ સુરતના લીંબાયત વિસ્તારમાં નીલગીરી મેદાન ખાતે યોજાશે.
ક્યારે પહોંચશે સુરત અને રોડશોની પણ તૈયારી
બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 26મીના રોજ સુરત આવશે. જેમાં 26મીના રોજ ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવશે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીની ગ્રાન્ડ એન્ટ્રી કરવામાં આવશે. તથા એક કિમી રોડ-શોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આયોજક સમિતિએ રૂપરેખા તૈયાર કરી છે. બાબાના આગમન માટે રોડ-શોનું પણ આયોજન કરાયું છે. પાંચ-પાંચ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે. વીવીઆઈપી તેમજ વીઆઈપી સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.