- મનપાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાનો વિવાદ
- કોર્પોરેટરના સંબંધીની બિલ્ડિંગ ટેરેસ પર બાકડા દેખાયા
- બાકડા પર ડિંડોલી કોર્પોરેટર ભાઇદાસ પાટીલનું નામ
સુરતમાં વધુ એક બાકડાનો વિવાદ સામે આવ્યો છે. જેમાં મનપાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાનો વિવાદ વકર્યો છે. તેમાં કોર્પોરેટરના સંબંધીની બિલ્ડિંગ ટેરેસ પર બાકડા દેખાયા છે. ત્યારે બાકડા પર ડિંડોલી કોર્પોરેટર ભાઇદાસ પાટીલનું નામ જોવા મળી રહ્યું છે.
શ્રદ્ધા સોસાયટી બિલ્ડિંગ પર બાકડાનો વીડિયો વાયરલ
શ્રદ્ધા સોસાયટી બિલ્ડિંગ પર બાકડાનો વીડિયો વાયરલ થયો છે. ગઇકાલે સુરતમાં AAPમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરના પરાક્રમથી વિવાદ સર્જાયો હતો. સુરતમાં AAPમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ સામે આવ્યું છે. જેમાં ગ્રાન્ટમાંથી પ્રજા માટેના બાકડા પોતાના ટેરેસ પર મુક્યા છે. લોકોની સુવિધા માટે ફાળવેલા બાકડાનો અંગત ઉપયોગ કર્યો છે. જેમાં કોર્પોરેટરના ટેરેસ પર બાકડા મુકાતા વિવાદ સર્જાયો છે.
વોર્ડ નં 4ના કોર્પોરેટરે ટેરેસ પર બાકડા મુક્યા
વોર્ડ નં 4ના કોર્પોરેટરે ટેરેસ પર બાકડા મુક્યા છે. વીડિયો વાયરલ થતા ઘનશ્યામ મકવાણાએ લુલો બચાવ કર્યો છે. કોઈને ત્યાં પ્રસંગ હોવાથી બાકડા ટેરેસ પર મુક્યા છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પ્રજા માટે આપેલા બાકડા હવે કોર્પોરેટરના ટેરેસની શોભા વધારે છે. વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરે ટેરેસ પર બાકડા મુકી દીધા છે. આપમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ બહાર આવતા લોકોમાં આક્રોસ જોવા મળ્યો છે.
કોર્પોરેટરના ટેરેસ પર બાકડા મુકાતા વિવાદ સર્જાયો
લોકોની સુવિધા માટે અન્ય જગ્યાએ બાકડા ફાળવવામાં આવ્યા હતા. જેમાં કોર્પોરેટરના ટેરેસ પર બાકડા મુકાતા વિવાદ સર્જાયો છે. તેમાં વીડિયો વાયરલ થતાં ટેરેસ પર બાકડાં પહોંચાડનારા કોર્પોરેટરે કોઈને ત્યાં પ્રસંગ હોવાથી બાકડાં ટેરેસ પર મુક્યા હોવાનો લુલો બચાવ કર્યો છે.