- 14 કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાયો
- ભારે પવન ફૂંકતા ધૂળ ની ડમરી ઉડી
- છૂટા છવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા
સુરતના વાતાવરણમાં આજે સમી સાંજ થતાં અચાનક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. શહેરમાં અચાનક વાવાઝોડા જેવો પવન ફુંકાવા લાગ્યો હતો. જેને લઈ સમગ્ર શહેરમાં ધૂળની ડમરી ઉડવા લાગી હતી. સુરજ ઢળતાની સાથે જ સુરતમાં અચાનક વંટોળ સાથેનો ભારે પવન ફુંકાયો હતો. જેને લઈ રસ્તા પરથી જઈ વાહનો લઈને નીકળેલા વાહન ચાલકો, રાહદારીઓ સાથે અનેક લોકો પરેશાન થયા હતા. 14 કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાયો હતો.
અચાનક વંટોળ સાથેનો ભારે પવન ફુંકાયો
વાતાવરણમાં આજે સમી સાંજે અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં અચાનક જોરદાર પવન ફુંકાવા લાગ્યો અને મીની વાવાઝોડા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અચાનક રસ્તાઓ પર કેટલીક જગ્યા એ ઘરો અને શેડના પતરાઓ ઉડવા લાગ્યા હતા. તો શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બન્યા હતા. ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓને પણ મુશ્કેલી સર્જાઈ હતી.
શહેરમાં અચાનક વાવાઝોડા જેવો પવન ફુંકાવા લાગ્યો હતો. જેને લઈ સમગ્ર શહેરમાં ધૂળની ડમરી ઉડવા લાગી હતી. સુરજ ઢળતાની સાથે જ સુરતમાં અચાનક વંટોળ સાથેનો ભારે પવન ફુંકાયો હતો. અચાનક સર્જાયેલા વાતાવરણના પલટામાં ધૂળની ડમરીઓ સાથે છૂટા છવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા. વંટોળથી વાવાઝોડું જેવી સ્થિતિ અચાનક સર્જાયા શહેરીજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
વલસાડ જિલ્લામાં વાતાવરણ માં પલ્ટો
વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાનું શરૂ થયો છે. હાલ તેજ ગતિ થી પવન ફૂંકાઈ રહ્યો છે. વીજળીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા તો વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વીજળી ડુલ થઈ ગઈ છે. તો વલસાડના તિથલ દરિયા કિનારે ભારે પવન ફૂંકાતા સ્ટોલ પર લાગેલા પડદાઓ ઉડતા જોવા મળ્યા છે. આ ઉપરાંત પોલીસે એ રાત્રિ દરમિયાન તિથલ દરિયે જતા લોકો રોક લગાવી છે.