Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સ્કૂલમાં ભણતા બાળકો હવે આગામી સત્રથી માર્ગ સલામતીના પાઠ ભણશે

  • 10 વર્ષમાં માર્ગ અક્સ્માતમાં 44 ટકા ઘટાડો : હર્ષ સંઘવી
  • વર્ષ ૨0૨૨માં વાહનને પાછળથી ટક્કર વાગવાથી 56% અકસ્માત થયા
  • હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવામાં કામગીરી કરવામાં આવી છે

ગાંધીનગર ખાતે બુધવારે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વડપણમાં મળી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2012ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ 2022માં રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં 10 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 44 ટકાનો ઘટાડો નોંધાયો છે. આગામી શૈક્ષણિક સત્રથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને માર્ગ સલામતીના પાઠ ભણાવવામાં આવશે, રાજ્યના સરખેજ-ગાંધીનગર, ભરૂચ-સુરત તથા અમદાવાદ-રાજકોટ હાઈવેને માર્ગ સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચન કરાયું હતું. અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરાશે. રોડ સેફ્ટી અવેરનેસ સહિતના કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવાની કામગીરીને રેગ્યુલર પ્રેક્ટિસ બનાવવા પણ સૂચન કરાયું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 5-ઈ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી, એજ્યુકેશન એન્ડ અવેરનેસ તથા ઈફેક્ટિવ કો-ઓર્ડિનેશન તથા રાજ્યમાં માર્ગ સલામતી મુદ્દે સારી કામગીરી થઈ રહી છે. ભવિષ્યમાં બાયસેગના માધ્યમથી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માર્ગ સલામતી બાબતે જાગૃત કરાશે. આગામી વર્ષથી ધો.6થી 1૨માં ક્રમશઃ માર્ગ સલામતી અંગે પ્રકરણ દાખલ કરાશે. રોડ સેફ્ટી ઓથોરિટી તથા સ્ટેક હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવામાં કામગીરી કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles