- રાજ્યમાં 37 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો પર
- 2500 થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો પ્રેક્ટિકલ તાલીમ
- રાજ્યમાં 51 સ્થળોએ યોજાશે કાર્યક્રમ
રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં 51 સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ 55 હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે.
આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની 37 મેડિકલ કોલેજો અને અન્ય 14 સ્થળો પર 2500 થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જે રાજ્યના જુદા જુદા 51 સ્થળો પર સવારે 10 થી સાંજે 5.00 કલાક દરમિયાન આ તાલીમ યોજાશે.
આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલની ટીમ અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. તેમજ 55,000 થી વધારે પોલીસ કર્મીઓ અંગદાનની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓએ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છેકે, અમદાવાદમાં ટ્રાફિક પોલીસે CRP નો ઉપયોગ કરીને એક્ટિવા ચાલકનો જીવ બચાવીને માનવતા મહેકાવી છે. આજે બપોરના સમયે અમદાવાદમાં એક વ્યક્તિને ગાડી ચલાવતા સમયે છાતીમાં દુ:ખાવો થયો હતો જે પછી રસ્તાની બાજુમાં હાજર ટ્રાફિક પોલીસ જવાને તાત્કાલિક જીવ બચાવ્યો હતો.