- અન્ય પુખ્ત આરોપીની મદદથી મિત્ર પર હુમલા બાદ હત્યા કરેલી
- કેસમાં આરોપી સામે કોઈ રહેમ રાખો નહીં અને તેને કડક સજા કરો.
- બંને મિત્રો પર વર્ષ 2013માં ઘાતક હુમલો કરેલો
મિત્રની હત્યાના કેસમાં તકસીરવાન ઠરેલ સગીરને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપાલ મેજીસ્ટ્રેટે ત્રણ વર્ષ માટે બાળ રિમાન્ડ હોમમાં મોકલવાનો હુકમ કર્યો છે. કેસની વિગત જોઈએ તો, શહેરના પૂર્વ વિસ્તારમાં સગીર આરોપીની પ્રેમિકાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા બાદ તેના નવા પ્રેમી સાથે જતી રહેલી. આ કેસમાં સગીર આરોપીને આશંકા હતી કે તેના જ બે મિત્રએ તેની પ્રેમિકાને ભગાડવામાં મદદ કરી છે. આ મુદ્દે દાજ રાખીને તેણે બે અન્ય પુખ્ય આરોપીઓની મદદથી તેના બંને મિત્રો પર વર્ષ 2013માં ઘાતક હુમલો કરેલો. જેમાં, એક યુવકનુ મોત થયેલુ અને બીજો ગંભીર રીતે ઘાયલ થયેલો. સુનાવણી દરમિયાન, સરકારી વકીલે 14 સાહેદની તપાસ કરેલી અને નવ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા.સરકારી વકીલની રજૂઆત હતી કે સગીર આરોપી સામે ગુનો પુરવાર થાય છે. આ ઘાતક હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયેલો. આ કેસમાં આરોપી સામે કોઈ રહેમ રાખો નહીં અને તેને કડક સજા કરો.