- 7થી 9 જૂનમાં વાવાઝોડુ મજબૂત બની શકે છે
- રાજ્યમાં પણ વાવાઝોડાની ભારે અસર થશે
- 15 જૂન સુધી દેશના કેટલાક ભાગમાં અસર થશે
હવામાન નિષ્ણાત અંબાલાલે વાવાઝોડાની આગાહી કરી છે. જેમાં 7થી 9 જૂનમાં વાવાઝોડુ મજબૂત બની શકે છે. તથા રાજ્યમાં પણ વાવાઝોડાની ભારે અસર થશે. તથા ભારે પવન સાથે દરિયો તોફાની બનશે. અને 15 જૂન સુધી દેશના કેટલાક ભાગમાં અસર થશે.
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન ફૂંકાશે
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન ફૂંકાશે. તથા ઊંચા મોજાથી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. કેરળ કાંઠે આગામી બે દિવસ વરસાદ થશે. તથા આ વરસાદ ચોમાસું નહીં, વાવાઝોડાની અસર કહેવાય. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાવવાની વધુ સંભાવના છે. તેમજ બંગાળના ઉપસાગરમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે.
વાવાઝોડાની આગાહી થતા ખેડૂતોમાં ભારે ચિંતા
આ સિસ્ટમથી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ચોમાસાના આગમની રાહ જોવાઈ રહી છે. ત્યારે ચોમાસા પહેલા કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ લાંબાગાળાનું પૂર્વાનુમાન જાહેર કર્યુ હતું. દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનુ અનુમાન છે. ત્યારે આ વાવાઝોડાની આગાહી થતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઇ છે.