- 28 અને 29મેએ રાજ્યમાં વરસાદની આગાહી
- સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
રાજ્યમાં ગરમીથી રાહત મળશે. જેમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેમાં 28 અને 29મેએ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે.
2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર સાથે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તથા મ.ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચમાં વરસાદની આગાહી છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી છે. તથા માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. તથા 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.
8મી જૂને દરિયામાં પવન બદલાશે તેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવના
8મી જૂને દરિયામાં પવન બદલાશે તેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે. આ વખતે શિયાળામાં પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તેના બદલે ઉનાળામાં આવી રહ્યાં છે. એપ્રિલ અને મેમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવામાં છે. સામાન્ય રીતે ગંગા-જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. પરંતુ આ વખતે મે માસમાં પણ હવામાનમાં પલટા આવશે. અલબત્ત મે માસ મહદ્દઅંશે ગરમ રહેવો જોઈએ તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
ઋતુ પરિવર્તનની અસર હોય તેવું જણાઈ આવે છે
ઋતુ પરિવર્તનની અસર હોય તેવું જણાઈ આવે છે. મે માસમાં તા.24થી દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. ભારે તોફાની વરસાદ, આંધી, વંટોળનું પ્રમાણ વધશે. અન્ય તા.25-26માં દેશના ઘણા ભાગોમાં આંધી, પવન, વંટોળ સાથે ભારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ભારે વીજ પ્રપાતની પણ શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં તો વરસાદનું પ્રમાણ ત્રણ થી ચાર ઈંચ જેવું રહેવાની શક્યતા રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, યુપી, બિહાર તેમજ આસામ સુધીના ભાગો સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શક્યતા રહેશે. પવનની ગતિ 35 થી 45 કિલોમીટર સુધી કે તેથી વધુ પણ થઈ શકે. અરબ સાગરનો ભેજ પણ મળતા વરસાદ રાજસ્થાનના ભાગો ઉપરાંત ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.