Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

હાટકેશ્વર બ્રિજકાંડ : અજય ઇન્ફ્રા.ની ગાંધીનગર અને મહેસાણાની ઓફિસે પોલીસની તપાસ શરૂ

  • બેકિંગ સ્ટેટસ અંગે પણ પોલીસે બેન્કોમાંથી ડિટેઇલ મંગાવી
  • બંને ઓફિસોમાં કામ કરતા કર્મીઓની પણ પોલીસે પૂછપરછ હાથધરી
  • બેકિંગ સ્ટેટસ અંગે પણ પોલીસે બેન્કોમાંથી ડિટેઇલ મંગાવી છે

ખોખરા વિસ્તારમાં આવેલા હાટકેશ્વર છત્રપતિ શિવાજી બ્રિજનું બાંધકામ કર્યા બાદ ત્રણ વર્ષમાં જ નબળા બાંધકામની પોલ ખૂલી જતા અજય ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના ડાયરેકટરોએ પોલીસ ધરપકડથી બચવા માટે કરેલા ધમપછાડા બાદ સુપ્રીમકોર્ટે તેમના આગોતરા જામીન ફ્ગાવતા અંતે તેઓ પોલીસ સામે આત્મસર્મપણ કરતા પોલીસે ચેરમેન રમેશ પટેલ અને તેમના પુત્ર ચિરાગ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બે દિવસના રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કર્યા હતા. જે બાદ ગાંધીનગર અને મહેસાણામાં આવેલ ઓફ્સિો પર પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ બેકિંગ સ્ટેટસ અંગે પણ પોલીસે બેન્કોમાંથી ડિટેઇલ મંગાવી છે. આ ઉપરાંત તેમની ઓફ્સિોમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે પૂછપરછ હાથધરી છે. મ્યુનિ.એ હાટકેશ્વરમાં ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડરની પ્રક્રિયા 2014માં કરી હતી જેમાં અજય ઈન્ફ્રાસ્ટ્રકચરે બ્રિજમાં હલકી ગુણવત્તાનું માલ વાપરીને બ્રિજનું બાંધકામ કરતા પોલીસ ફરિયાદ થઇ હતી. જે બાદ અજય ઇન્ફસ્ટ્રકચર કંપનીના ચેરમેન રમેશ પટેલ અને તેમના પુત્ર અને ડાયરેકટર ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ તેમજ ભાગીદાર રસિક પટેલ ખોખરા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેમની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી હતી જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડની મંજૂરી આપી હતી. પોલીસે રિમાન્ડ દરમ્યાન પોલીસે તેમની ગાંધીનગર અને મહેસાણામાં આવેલ ઓફ્સિે તપાસ શરૂ કરી છે. તેમજ તેમના અને કંપનીના બેકિંગ એકાઉન્ટ અંગે બેન્કોમાંથી ડિટેઇલ મંગાવી છે. આ ઉપરાંત પોલીસે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ હાથધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles