૧૪ એપ્રિલ થી દસ્તાવેજ ની જંત્રી બમણી થઈ રહી છે ત્યારે,
રાજુલામાં ભાવનગર સ્ટેટ રાજાશાહી વખતે લખેલો શિલાલેખ નજરે ચડ્યો
આગામી ૧૪ એપ્રિલના રોજ જંત્રીના ભાવ ડબલ થઈ રહ્યા છે ત્યારે દસ્તાવેજ કરવા માટે હાલ તડપાપડ બનેલા લોકો સબ રજીસ્ટર કચેરી આવી રહ્યા છે ત્યારે આજે રાજુલા મામલતદાર કચેરીમાં કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર સ્ટેટ વખતે રાજુલા વિસ્તારમાં લખી આપેલ પ્લોટનો શિલાલેખ નજરે પડ્યો હતો અને તેમાંથી દસ્તાવેજની કામગીરી કરવા માટે
આ પરિવાર આવ્યો હતો.આ બાબતે નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલે જણાવ્યું હતું કે આ રાજાશાહી વખતનો શિલાલેખ છે જેમાં રાજાશાહી વખતના સ્ટેમ્પ પણ લગાવેલા છે અને તેનો હવે દસ્તાવેજ કરવામાં આવશે સરકારની ફ્રી મુજબ તેનો દસ્તાવેજ થશે ત્યારે આ જુનવાણી કાગળ નજરે પડતાં કુતુહલ સર્જાયું હતું.