Monday, January 13, 2025

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

108 કળશ સાથે આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા

  • આવતીકાલે જમાલપુરથી સાબરમતી નદી સુધી યોજાશે જળયાત્રા
  • 108 કળશ,ધ્વજા પટકા,3 બળદ ગાડામાં જળ ભરીને લવાશે
  • સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીઓને આખરી ઓપ અપાયોૉ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના માટે રવિવારના 4 જૂનના રોજ જળયાત્રા યોજાવાની છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 8થી 10 વાગ્યા સુધી સાબરમતી નદીના કિનારે પૂજા કરવામાં આવશે. જેના માટે 108 કળશ,ધ્વજા પટકા,3 બળદ ગાડામાં જળ ભરીને લવાશે.

આ માટે 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. જેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ષોડશોપચાર પૂજા વિધી કરવામાં આવશે. આરતી બાદ ભગવાન જગન્નાથને મોસાળ મોકલવામાં આવ્યા હતા. જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.

રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે.

વિશેષ થીમ તૈયાર કરવામાં આવ્યા ભગવાનના વાઘા

અમદાવાદમાં યોજાતી રથયાત્રા માટે ભગવાનના વાઘા દર વર્ષે અલગ અલગ થીમ પર તૈયાર થાય છે. આ વર્ષે મરુન, પીળા રંગમાં હેન્ડવર્કથી વાઘામાં મોરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં 15 હાથી આગળ રહેશે અને હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા કરાશે. કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. શોભાયાત્રા માટે આ થીમ પર ડ્રેસકોડ રહેશે. જેના માટે 4,000 સાડી અને 2,000 ડ્રેસ તૈયાર કરાયા છે. 700 ઝભ્ભા અને 700 સાડી સાથે કનૈયા અને જશોદા તૈયાર થશે.

નવા રથ સાથે તમામ તૈયારીઓ શરૂ

આ વખતે ભગવાનના નવા રથો બનાવવામાં આવ્યા છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છેઆ વખતે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપશે. નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે. તેમજ ભગવાનના રથ બનાવવા માટે સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સીસમનું લાકડું સખત, ટકાઉ હોય છે. તે સડા અને કિટાણું રોકીને ઘણું વધુ ટકાઉ બને છે, માટે તેનો ઉપયોગ પૈંડા બનાવવા માટે કરવામાં આવ્યો છે. રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું લાકડું અને 150 ઘનફૂટ સિસમનું લાકડું ઉપયોગ કરાયું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles