- સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 દિવસ અતિભારે વરસાદ રહેશે
- દ્વારકાથી 360 કિલોમીટર દુર છે બિપોરજોય વાવાઝોડુ
- વાવાઝોડુ 14 જૂને સવારે જખૌ પાસે દરિયામાં ટકરાશે
હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડા મામલે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 દિવસ અતિભારે વરસાદ રહેશે. હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે.
દ્વારકાથી 360 કિલોમીટર દુર છે બિપોરજોય વાવાઝોડુ
બિપોરજોય વાવાઝોડુ દ્વારકાથી 360 કિલોમીટર દુર છે. જેમાં 14 જૂને સવારે જખૌ પાસે દરિયામાં વાવાઝોડુ ટકરાશે. તેમાં જખૌ અને નવલખી બંદરે 10 નંબરનું સિગ્નલ અપાયું છે. જેમાં 15 જૂને કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં અતિભારે વરસાદ આવશે. માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તથા સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે પવન ફૂંકાઇ શકે છે. જખૌ નજીક લેન્ડફોલ થઇ શકે છે.
7 કિલોમીટર પ્રતિ કલાકે વાવાઝોડુ આગળ વધી રહ્યું છે
15 જૂને બપોરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અસર થશે. જેમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે. 15 અને 16 જૂને રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. તથા 7 કિલોમીટર પ્રતિ કલાકે વાવાઝોડુ આગળ વધી રહ્યું છે.