- 2 હજારની નોટ આપનાર પાસેથી 2 લાખથી વધુ નહીં સ્વીકારે
- 2 હજારની નોટ આપનાર વ્યક્તિની જાણકારી લેવાનો નિર્ણય
- આ નોટો થકી તેઓ ગોલ્ડ ખરીદી શકશે નહીં
બે હજારની નોટને લઈને કંઈક વિવાદ શરૂ થઈ રહ્યો છે તો ક્યાંક બેન્ક દ્વારા વિવાદને શાંત કરવા માટે તમામ ખુલાસા કરવામાં આવી રહ્યા છે. જેમાં બેન્ક દ્વારા કોઈ પણ ફોર્મ ન ભરવવાની વાત કરી છે. જ્યારે સુરતમાં જ્વેલર્સ એસોસિયેશનનો નિર્ણય કરવામાં આવ્યો છેકે, જ્વેલરી ખરીદનાર પાસેથી 2 લાખથી વધુ નહીં સ્વીકારવાની વાત કરી છે.
આ પહેલા એવી પણ વાતો સામે આવી રહી હતી કે, જેની પાસે 2000ની નોટો વધારે છે તેમની માટે ચોક્કસથી આ ચિંતાનો વિષય હોય શકે. કેમકે આ નોટો થકી તેઓ ગોલ્ડ ખરીદી લેશે. પરંતુ સુરતમાં જ્વેલર્સ એસોસિયેશને અલગ જ નિર્ણય કર્યો છે.
સુરતમાં જ્વેલર્સ એસોસિયેશન દ્વારા 2 હજારની નોટ આપનાર વ્યક્તિની જાણકારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ 2 હજારની નોટ આપનાર પાસેથી 2 લાખથી વધુ નહીં સ્વીકારે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ જ્વેલર્સ એસો. એમ પણ કહ્યું છેકે, અગાઉ પણ 50 હજારથી ઉપરની ખરીદી પર પાનકાર્ડ સહિત ઘણી માહિતી લેવામાં આવે છે. જેથી હાલમાં કોઈ નવો નિર્ણય નથી.
SBI દ્વારા પણ ફોર્મ ભરાવવામાં ન આવશે
આ તરફ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની કરન્સીને ચલણમાંથી બાકાત કરી છે ત્યારથી સામાન્ય લોકોના મનમાં અનેક સવાલો ઉદભવે છે. આ અંગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ ખુલાસો કરીને જણાવ્યું હતું કે, નોટ જમા કરાવવા માટે કે બદલવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી કે ID કાર્ડ આપવાની પણ જરૂર નથી.
RBI દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી
તેમજ RBI તરફથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકોમાં ફોર્મ ભરવું પડશે. જો કે, કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે માત્ર બેંકિંગ નિયમોનું પાલન કરવું પડશે. જેના અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.