સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા મળી છે.રાજ્યના અલગ અલગ શહેરમાંથી બોલેરો ચોરી કરી છેલ્લા 10 વર્ષમાં 20થી વધુ ગુનામાં(Surat News) નાસતા ફરતા બિશનોઈનો ગેંગના સાગરિતને ઝડપી પાડ્યો છે.
અલગ અલગ વિસ્તારમાં થી બોલેરોની ચોરી કરી હતી
તેલંગાણા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે રમેશ બિશ્નોયની ધરપકડ કરી છે.રમેશ બીશ્નોઈઈ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાણાના ખમ્મામથી રમેશ બીશ્નોઈને ઝડપી પાડ્યો છે.
આરોપી રામેશ્વરમ સ્ટીલ નામની દુકાન ચલાવતો હતો.આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને પોતાની ગેંગ સાથે મળીને રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી બોલેરો ની ચોરી કરી હતી.ત્યારબાદ તે આ બોલેરોનો દારૂની ખેપ મારવા માટે ઉપયોગમાં લેતો હતો.ઉપરાંત તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો.આરોપી સામે સુરતના અલગ અલગ 12, અમદાવાદના 5 અને ગાંધીનગરના 3 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે
અનેક ઘટનાઓમાં સંડોવણી રહી છે
પ્રાથમિક તપાસમાં જાણ થઇ કે આ બંને અપરાધી કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો છે. બંને બદમાશ હત્યા, સોપારી કિલિંગ અને ડ્રગ તસ્કરીની અનેક ઘટનાઓમાં સામેલ હતા.ત્યારે આ સગીરતોને સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.