Monday, December 23, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરતમાં છેલ્લા દસ મહિનામાં 44 રત્નકલાકારોએ જીવન ટુંકાવ્યું: વાંચો ડાયમંડ વર્કર યુનિયને શું કરી માંગણી?

છેલ્લા ઘણા સમયથી હીરાઉદ્યોગ મા મંદી ચાલી રહી છે, જેની ગંભીર અસર હીરાઉદ્યોગના(Surat Diamond Industry) રત્નકલાકારો ઉપર પડી રહી છે.કોરોના વાયરસ ના લોકડાઉન તથા રશિયા-યુક્રેન યુદ્ધ તથા જી-7 દેશો એ લગાવેલા પ્રતિબંધ તથા ઇઝરાયેલ યુદ્ધ તથા વૈશ્વિક મંદીની અસર હીરાઉધોગ ઉપર પડી રહી છે. જેના કારણે ઉદ્યોગકારો દિવાળી પહેલા ના પ્રોડક્શન કાપ ની નીતિ અપનાવી રહ્યા છે જેની સીધી અસર કારીગરો ના કામ ઉપર પડી છે અને આર્થિકરીતે પાયમાલ થઈ ગયા છે.

હીરાઉદ્યોગ મા મંદીના કારણે મોટી સંખ્યામા રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. જેના કારણે તારીખ:-19/04/2023 થી તારીખ:-01/03/2024 સુધી ના 10 મહીના ના ટૂંકાગાળા મા અંદાજે સુરત શહેર મા 44 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે અને ગુનાખોરીનો ભોગ બને છે તથા ઘણા કિસ્સામા રત્નકલાકારો ગુનાખોરી ના રવાડે ચડી રહ્યા છે અને કંટાળી ને મોટી સંખ્યામા રત્નકલાકારો હીરાઉદ્યોગ ને તિલાંજલિ આપી રહ્યા છે.

હીરાઉદ્યોગમા રત્નકલાકારો ની પાયમાલી બરબાદી વ્યથા અને વેદના માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવા મા આવી હતી. તેમના નિર્દેશ મુજબ ચીફ સેક્રેટરી તથા શ્રમ રોજગાર મંત્રી ને બે વખત રૂબરૂ રજુઆત કરવા છતાં રત્નકલાકારોની સમસ્યા નુ કોઈ સમાધાન સરકાર દ્વારા કરવા આવ્યું નથી.હીરાઉદ્યોગ ના તમામ સંગઠનો સાથે સંકલન કરી તેમને સાથે રાખી તારીખ:-06/02/2024 ના રોજ શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહજી રાજપુત ને રજૂઆત કરવામા આવી હતી

હીરાઉદ્યોગના તમામ સંગઠનો ઉધોગકારો એવુ ઈચ્છે છે કે આવા કપરા સમય માં રત્નકલાકારો ને સરકાર મદદ કરે પરંતુ સરકાર ને રત્નકલાકારો ને મદદ કરવામા શું વિઘ્ન નડે છે તે જાણી શકાતું નથી.આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દારૂડિયા મરી જાય તેમને મદદ કરે છે પરંતુ આપઘાત કરતા કારીગરો ના પરીવાર ને સરકાર કોઈ મદદ કરતી નથી અને તેમના પરિવારો ના આંસુ લૂછવા પણ કોઈ જતુ નથી એ ખુબ દુઃખદ બાબત છે

ગુજરાત સરકાર રોકાણ લાવવા વાયબ્રન્ટ ના તાયફા કરે છે ત્યારે વર્ષો થી લાખો રત્નકલાકારો ને રોજગારી આપતુ અને સરકાર ને કરોડો ડોલર નુ વિદેશી હૂંડયામણ રળી આપતુ આત્મનિર્ભર હીરાઉદ્યોગના રત્નકલાકારો ને સરકાર દ્વારા કોઈ મદદ કરવામા આવતી નથી જો આવી જ પરિસ્થિત રહી તો આવનારા સમયમા સરકાર અને ઉધોગકારો એ કારીગરો ગોતવા જવા પડશે કેમ કે હીરાઉદ્યોગ મા હવે નવા રત્નકલાકારો આવતા જ નથી.

હીરાઉદ્યોગના રત્નકલાકારોની સમજણને સરકાર નબળાઈ સમજતી હોઈ એવુ લાગે છે.પરંતુ જો રત્ન કલાકારો આક્રોશિત થઈ રોડ ઉપર આવશે તો તકલીફ થશે અને અમે રત્નકલાકારોને આંદોલનના અખાડામાં ઉતારવા નથી માંગતા પણ જો રત્નકલાકારો ની વાજબી માંગણી સરકાર પૂરી નહી કરે તો તેના ગંભીર પરિણામો આવશે અને એના માટે સરકાર જ જવાબદાર રહેશે.

હીરાઉદ્યોગ ના રત્નકલાકારોની સરકાર સમક્ષ માંગણી નીચે મુજબ ની માંગણી છે
(1) આર્થિક પેકેજ જાહેર કરો
(2) રત્નદીપ યોજના જાહેર કરો
(3) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરો
(4) આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરો
(5) વ્યવસાય વેરો નાબુદ કરો
ઉપરોકત તમામ માંગણીઓ પૂરી કરવા મા આવે એવી માંગણી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles