ભારતીય સેનામાંથી વયનિવૃત થતા જુનિયર કમિશન ઓફિસરનું સાધુ સંતોના સાનિધ્યમાં વાંકુનીધાર ખાતે આશીર્વાદ મેળવ્યા….


સાવરકુંડલા ના બળવંતભાઈ જાની ના પુત્ર શ્રી યોગેશભાઈ જાની -જુનિયર કમિશન ઓફિસર (JCO) ઇન્ડિયન આર્મી માં ૨૨ વર્ષ ભારતમાતા ની સેવા પૂર્ણ કરી નિવૃત થતા આશીર્વાદ સન્માન સમારોહ પંચમુખી હનુમાન વાંકુનીધાર ખાતે યોજાયો હતો.



આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી રામબાલકદાસ બાપુ -વાંકુનીધાર, કરુણાનિધાનબાપુ,કોઠારી હરિસ્વરૂપદાસજી,શાસ્ત્રી નારણજીવનદાસજીસ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા, ભગતબાપુ -કરજાડા,નંદલાલભાઈ બામટા,ભાનુભાઈ જોશીવરિષ્ઠ પત્રકાર શ્રી સી. વી. જોશી, નવલભાઈ જોશી,ભીખુભાઇ જોશી, સંજીવભાઈ જોશી પત્રકાર રાજુલા ASI દેવેન્દ્રભાઈ જોશી ખાભા પોલીસ, ASI નિખિલભાઇ માઢક નિલેશભાઈ ઉનાગર તથા વિવિધ સંસ્થા ના અગ્રણીઓ તથા સાધુ સંતો દ્વારા શ્રી યોગેશભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતુ. તથા તેમનું નિવૃત જીવન સુખમય રહે તેવી શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતભાઇ વેગડા ચુડા વાળા,કૃણાલભાઈ રવિયા અને અતુલભાઈ જાની (BSF) એ ખુબ જહેમત ઉઠાવી હતી.