અમરેલી જીલ્લા ના ઓળિયા ગામે આવેલ હેલ્થ સેન્ટર જર્જરીત ભાડાના મકાનમાં ધૂળની ડમરીઓ અને કચરાના ઢગ વચ્ચે હેલ્થ સેન્ટર નવુ બન્યું લોકાર્પણ પણ થયું છતાં બંધ
ધુળ ની ડમરી ઓ ચારે તરફ કચરા ના ઢગ પડું પડું મકાન અને સુવિધા ના નામે મીંડું એવું ઓળિયા નું આ સરકારી દવાખાનું છે પહેલી નજરે આ મકાન કોઈ પડતર ખંડેર લાગે પરંતુ ઓળીયા નું સરકારી દવાખાનું છે

અહીં પ્રાથમિક સુવિધાના નામે મીંડુ છે ગ્રામ્ય જનો દર્દીઓ હેરાન પરેશાન છે અહીં છેલ્લા બે વર્ષથી ઓળિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની ગયું છે પણ અને તે આ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ લોકર પણ નેતાઓના હાથે થઈ ગયું થઈ ચૂક્યું છે છતાં હજુ અહીં ઓળિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડાના જર્જરીત મકાનમાં બેસે છે



જેથી દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અહીં દર્દીઓના ખાટલા ધૂળ ખાઈ રહ્યા છે કચરાના ઢગલાઓ વચ્ચે દર્દીઓના ખાટલા છે દર્દીઓને આ કચરાના ઢગલાની વચ્ચે બાટલા ચડાવવામાં આવે છે ત્યારે દર્દીઓની ગ્રામજનોની માંગ છે કે જે નવું લોકાર્પણ થયેલું દવાખાનું છે તેમને તાકીદે શરૂ કરવામાં આવે.ઓળિયા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અતિ બીમાર છે નવું આરોગ્ય કેન્દ્ર અહીં બની ચૂક્યું છે જેનું લોકાર્પણ પણ નેતાઓ દ્વારા થઈ ચૂક્યું છે છતાં કોઈ અવરોધ હોવાના કારણે આ આરોગ્ય કેન્દ્ર ચાલુ નથી થયું અને આ આરોગ્ય કોઈ બંધ મકાનમાં જાણે ખંડેરમાં બેસી રહીયુ હોય તેવું લાગે છે કચરાના ઢગ વચ્ચે દર્દીઓના ખાટલા છે ત્યારે નાની એવી દિવાલના ટેક્નિકલ મુદ્દે આ લોકાર્પણ થયેલું આરોગ્ય કેન્દ્ર હાલ એક વર્ષથી બંધ છે અને ચાલુ નથી થયું ત્યારે ગ્રામજનો સતત એવી માંગ કરી રહ્યા છે કે આજે ખંડેર હાલતમાં જે ભાડાના મકાનમાં આરોગ્ય કેન્દ્ર બેસે છે તેને તાકીદે બંધ કરવામાં આવે અને નવું જે આરોગ્ય કેન્દ્ર છે જે લોકાર્પણ તંત્ર દ્વારા થયેલું છે તેને ચાલુ કરવામાં આવે જેથી દર્દીઓને અહીં સારી સુવિધાઓ મળી રહે અમરેલી જીલ્લાના ઓળીયા ગામ માં જર્જરીત સરકારી દવાખાનું ચાલુ છે અહીં લોકાર્પણ પણ નવા આરોગ્ય કેન્દ્રનું થયું છે.

પરંતુ કોઈ ટેકનીકલ કારણોસર એક વર્ષથી આ નવું આરોગ્ય કેન્દ્ર બંધ છે અને ચાલુ નથી થયું ત્યારે આ આરોગ્ય કેન્દ્રની સામે જ કોઈ જર્જરીત ભાડાના મકાનમાં ધૂળની ડમરીઓ અને કચરાના ઢગ વચ્ચે હાલ આ હેલ્થની સેવા ચાલુ છે ત્યારે હેલ્થ આરોગ્યના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે કોઈ દિવાલના વાકે ટેકનિકલ કાણોસર આરોગ્ય કેન્દ્ર એક વર્ષથી બંધ છે અને અમો ભાડાના મકાનમાં બીજુ આરોગ્ય કેન્દ્ર ચલાવી રહ્યા છે ટૂંક સમયમાં આ આરોગ્ય કેન્દ્ર હવે ચાલુ કરવામાં આવશે એનું આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે ત્યારે કચરાના ઢગ અને ધૂળની ડમરીઓ વચ્ચે આ બંધ મકાનમાં ખંડેર હાલતનું આરોગ્ય કેન્દ્ર હાલ ચર્ચા નું કેન્દ્ર બન્યું છે નવું આરોગ્ય કેન્દ્ર હોવા છતાં લોકોને આ આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી મળી રહી અને ગંભીર બીમારીઓમાં લોકોને જીરા સીમરણ અને સાવરકુંડલા સારવાર લેવા જવું પડે….