અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સંખ્યા વધુ હોવાને કારણે વાંરવાર સિંહો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના હાઇવે સુધી આવી પહોંચવાની અનેક ઘટનાઓ સતત સામે આવી રહી છે. સિંહો દ્વારા શિકાર અને મારણના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આજે ધારીના માણાવાવ ગામમાં ધોળા દિવસે સિંહ આવી ચડ્યો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ સિંહ ધોળા દિવસે ગામની બજારોમાં લટાર મારતા ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો હતો. માણાવાવ આસપાસના ગામડામાં સિંહોની સંખ્યા પણ વધુ છે. શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હોવાનું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ધોળા દિવસે સિંહની એન્ટ્રી
સામાન્ય રીતે સિંહો રાત્રીનાં સમયે ગ્રામ્યવિસ્તારમાં શિકારની શોધમાં આવતા હોવાની ઘટનાઓ અનેક વખત બની છે, જોકે, હવે ધોળા દિવસે સિંહની લટાર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.