નહેરનાં કિનારેથી કપડા મળી આવ્યા પરંતુ યુવાનનો પતો નહીં
કામરેજનાં વેલંજા ગામની રામવાટિકા સોસાયટીમાં રહેતા કપિલભાઇ માધવજી પટેલનો સાળો નેચરલ મનસુખ જીથરા, ઉ.વ.23 છેલ્લા સવા એક વષઁથી તેમની સાથેે રહી ધામડોદ ની પી પી સવાણી યુનિવસિઁટીમાં એમએસસીમાંં અભ્યાસ કરતો હતો. તા.22-4-23નાં કપિલભાઇ નોકરી પર હતા ત્યારે તેમના સાઢુભાઇ અમીનેશ જતંતિભાઇ સુરાણીએ ફોન કરી નેચરલ કઠોર નહેરમાં ન્હાવા ગયો હતો અને તે તણાય ગયો છે નાં સમાચાર જણાવતા કપિલભાઇ તરત જ કઠોર દોડી ગયા હતા અને નેચરલની શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ નહેરની આજુબાજુમાંથી નેચરલનાંં કપડા મળ્યા હતા પરંતુ નેચરલનો પત્તો નહીં લાગતા મોટા વરાછા ફાયર બીગેડને બોલાવી શોધખોળ શરૂ કરી હતી .ઘટનાને ૨૪ કલાકથી વધુનો સમય વિતી ગયો હોવા છતા નેચરલની કોઇ ભાળ ન મળતા બનેવી કપિલભાઇએ નેચરલ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.નેચરલ શરીરે પાતળા બાંધાનો અને જમણાં હાથેે મા પાપાનું છુંદણું કોત્રાવ્યું છે.