- ઝોનમાં ફાઈલો, રેકર્ડ જાળવણીના આદેશનું પાલન કરવા કમિશનરની તાકીદ
- કર્મીઓની બેદરકારીને કારણે ડોક્યુમેન્ટ, ફાઈલો ગુમ થવાને કારણે શહેરીજનોને ભારે હાલાકી
- નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે
AMCના જુદા જુદા વિભાગો અને ઝોનમાં ફાઈલો અને રેકર્ડની જાળવણીમાં ધાંધિયા જોવા મળે છે. ઝોનલ કચેરીઓ, વિભાગોમાંથી ફાઈલો ગૂમ થવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મ્યુનિ. કર્મચારીઓ, વિભાગીય વડાઓની ઘોર બેદરકારીને કારણે યોગ્ય અને વ્યવસ્થિત રીતે રેકર્ડ જાળવવામાં આવતો ન હોવાને કારણે ફાઈલો, ડોક્યુમેન્ટ ગૂમ થઈ જવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને AMC કમિશનરે ફાઈલો અને રેકર્ડ જાળવણી કરવાના આદેશનું પાલન કરવા તાકીદ કરી છે તેમજ ફાઇલો-રેકર્ડ સાચવણી માટે તમામ ખાતાનાં વડા અધિકારીઓની જવાબદારી ફ્ક્સિ કરી છે. રેકર્ડ નિભાવ અને જાળવણી અંગે રાજ્ય સરકારની સૂચનાનો અમલ કરવા પૂર્વ કમિશનર દ્વારા નિયમાનુસાર ફાઇલ અને રેકર્ડનુ વર્ગીકરણ કરી નિયત કાર્યપધ્ધતિ અનુસાર જાળવણી કરવાની તાકીદ કરી હતી અને તમામ ખાતાનાં કચેરીનાં વડાએ વર્ષમાં ઓછામાં ઓછી બે વાર રેકર્ડ રૂમની મુલાકાત લઇ ફાઇલો અને રેકર્ડ નિયત પધ્ધતિ પ્રમાણે વર્ગીકરણ કરીને સાચવવા અને તે અંગે ચકાસણી કરવાની જવાબદારી સોંપાઈ હતી.