- ઊઇ કોડ મારફતે ફોર્મમાં પાણી ભરાવા, મચ્છરોના બ્રીડિંગ, માહિતી અપલોડ કરવાની રહેશે
- મ્યુનિ. ગોડાઉન, ઓફિસ, હોસ્પિટલ, સ્કૂલ, વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરમાં ચેકિંગ કરાશે
- કોર્પોરેશનમાં જમા કરવામાં આવશે અને તેના આધારે ચેકિંગ કરવામાં આવશે
અમદાવાદમાં નજીકના ભવિષ્યમાં શરૂ થનાર ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ – બ્રીડિંગ અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCમાં નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. AMCનીપ્રિમાઈસિસ- મિલકતોમાં પાણી ન ભરાય અને મચ્છરોનું બ્રીડિંગ ન થાય તે ચેકિંગ કરવાની કામગીરી કરવાની રહેશે તેમજ તે અંગેની માહિતી સ્પેશિયલ ઊઇ કોડ દ્વારા ફોર્મમાં ભરીને AMCને આપવાની રહેશે. AMCની મિલકતોમાં મચ્છરોના બ્રીડિંગ મળશે તો કડક કાર્યવાહી કરાશે. મ્યુનિ. હોસ્પિટલ, સ્કૂલ, વોર્ડની ઓફ્સિો ઝોનલ ઓફ્સિ, પાર્ક વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર અને ખાસ કરીને જ્યાં પણ કોર્પોરેશન દ્વારા સ્ક્રેપ મૂકવામાં આવ્યો છે તેમાં પણ ચેકિંગ માટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ખાનગી ઈન્સ્ટિટયૂટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. AMC હેલ્થ વિભાગ દ્વારા તમામ મિલકતોમાં રેન્ડમલી ચેકિંગ કરાવામાં આવશે અને મચ્છરોના બ્રીડીંગ મળી આવશે તે સંસ્થા, કંપની અને કર્મચારી સામે પગલાં લેવામાં આવશે.
AMC હેલ્થ વિભાગ દ્વારા ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરના 7 ઝોન અને વોર્ડ ઉપરાંત AMC બિલ્ડિંગમાં પણ અનેક જગ્યામાં મચ્છરના બ્રિડિંગ ન મળે તે અંગે સાવચેતી રાખવા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મ્યુનિ. દ્વારા નોડલ ઓફ્સિરની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ AMCની બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાય નહીં અને મચ્છરનો ઉપદ્રવ થાય નહીં તે માટે તપાસ કરશે આ માટે એક ફેર્મ પણ આપવામાં આવ્યું છે. જેમાં AMCના બિલ્ડિંગની વિગતો લખી અને કોર્પોરેશનમાં જમા કરવામાં આવશે અને તેના આધારે ચેકિંગ કરવામાં આવશે.