- 1,070 કિલો, 820 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો નાશ
- અંબિકા દુગ્ધાલયના મેંગો મિલ્ક શેક, આરજે ફૂડ્ઝના પનીરના સેમ્પલ અપ્રમાણિત
- સેમ્પલ ફેલ થયા હોવાથી તેને અપ્રમાણિત જાહેર કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા છેલ્લાં એક સપ્તાહ દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન, વેચાણ કરતા 803 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 420 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી અને 31 એકમોને સીલ કરવામાં આવ્યા હતા તેમજ 1070 કિલો અને 820 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો અને 93 સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. તા. 17 મેના રોજ અંબિકા દુગ્ધાલયના મેંગો મિલ્ક શેક અને આર. જે. ફૂડ્ઝ- રીસ્ટોરી રેસ્ટોરેન્ટના પનીરના લેવાયેલા સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા એકમો પાસેથી રૂ. 3,39,500નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો અને લાયસન્સ- રજિસ્ટ્રેશન નહીં ધરાવતા 492 એકમોને નવા લાયસન્સ આપીને રૂ. 2,24,000ની લાઇસન્સ ફી વસૂલ કરાઈ હતી. તાજેતરમાં KFC આઉટલેટમાં AMC ફૂડ વિભાગ દ્વારા તા.17 મેના રોજ લેવામાં આવેલા મેંગો મિલ્ક શેક અને પનીરના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તા. 17 મેના રોજ અંબિકા દુગ્ધાલય, સી.પી.ચેમ્બર્સમાંથી મેંગો મિલ્ક શેકના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા હતા અને તે સેમ્પલ ફેલ થયા હોવાથી તેને અપ્રમાણિત જાહેર કરાયા છે. R.J. ફૂડ્જ-રીસ્ટોરી રેસ્ટેરન્ટ એન્ડ બેન્કવેટ, ઓઝોન ડીઝાયર, થલતેજમાંથી પનીરના લેવાયેલા સેમ્પલનું ચેકિંગ કરાતાં તે ફેલ એટલે કે અપ્રમાણિત જાહેર થયા છે.